HomeBusinessWaaree Energies IPO: પૈસા ડબલ કરવા આવી રહ્યો છે વારી એનર્જીસ IPO

Waaree Energies IPO: પૈસા ડબલ કરવા આવી રહ્યો છે વારી એનર્જીસ IPO

Waaree Energies IPO: સોલાર પેનલ બનાવતી ગુજરાતની કંપની Waaree Energies IPO લઈને આવી રહી છે, જે હાલ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે.

Waaree Energies IPO: વારી એનર્જીસ IPO 21 ઓક્ટોબરના રોજ ઓપન થઇ રહ્યો છે. જેની બીડ 23 ઓક્ટોબર સુધી લગાવી શકશો. આ સિવાય 18 ઓક્ટોબરે આઈપીઓ એન્કર ઈન્વેસ્ટરો માટે ખુલશે.

વારી એનર્જીસ IPO: Waaree Energies ભારતમાં સ્થિત સોલાર ફોટોવોલ્ટેઇક (PV) મોડ્યુલોની ઉત્પાદક છે. કંપનીના ઉત્પાદન પોર્ટફોલિયોમાં વિવિધ પ્રકારના પીવી મોડ્યુલોનો સમાવેશ થાય છે, જેમ કે મલ્ટિક્રિસ્ટલાઇન, મોનોક્રિસ્ટલાઇન અને ટોપકોન મોડ્યુલ્સ, જેમાં ફ્લેક્સિબલ, બાયફેસિયલ (મોનો PERC), બંને ફ્રેમવાળા અને અનફ્રેમ, તેમજ બિલ્ડિંગ-ઇન્ટિગ્રેટેડ ફોટોવોલ્ટેઇક (BIPV) મોડ્યુલોનો સમાવેશ થાય છે.

Waaree Energies સમગ્ર ભારતમાં પાંચ ઉત્પાદન સુવિધાઓનું સંચાલન કરે છે. આમાંથી ચાર ગુજરાતમાં સુરત, તુમ્બ, નંદીગ્રામ અને ચીખલી ખાતે આવેલા છે. કંપનીનું પાંચમું યુનિટ – ઈન્ડોસોલર સુવિધા – નોઈડામાં છે.

Waaree Energies IPO ની ઇસ્યુ સાઈઝની વાત કરીએ તો તે 4321.44Cr નો છે. આ IPO અંતર્ગત 3,600 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર જાહેર કરવામાં આવશે, જ્યારે ઓફર ફોર સેલ (OFS) રૂટ દ્વારા 721.44 કરોડ રૂપિયાના 48 લાખ શેર વેચવામાં આવશે.

આ પણ ખાસ વાંચો:

Waaree Energies IPO માં HDFC મ્યુચ્યુઅલ ફંડ, ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, નોમુરા ઇન્ડિયા, આદિત્ય બિરલા સન લાઇફ ટ્રસ્ટ, કેનરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ, ટાટા મ્યુચ્યુઅલ ફંડ, મીરા એસેટ, મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ, ફ્રેન્કલિન ઇન્ડિયા, કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ, ટાટા મ્યુચ્યુઅલ ફંડ, ઇન્વેસ્કો ઇન્ડિયા, જ્યુપિટર ઇન્ડિયા ફંડ, અશોકા વ્હાઇટઓક ICAV, બંધન મ્યુચ્યુઅલ ફંડ, સુંદરમ મ્યુચ્યુઅલ ફંડ, PGIM ઇન્ડિયા અને UTI મ્યુચ્યુઅલ ફંડે પણ કંપનીમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે.

રોકાણકારો IPOમાં ઓછામાં ઓછા 9 શેર માટે અરજી કરી શકે છે. 9 શેરના લોટ સાઈઝ માટે રોકાણકારોએ 13,527 રૂપિયા ચૂકવવા પડશે. છૂટક રોકાણકારો વધુમાં વધુ 14 લોટ એટલે કે 126 શેર માટે અરજી કરી શકે છે જેના માટે તેમણે રૂ. 189,378 ચૂકવવા પડશે.

Waaree Energies IPO
Waaree Energies IPO

Waaree Energies IPO ની શેર ફાળવણી 24 ઓક્ટોબર, 2024ના રોજ છે. અરજદારોને 25 ઓક્ટોબરે રિફંડ આપવામાં આવશે. 25મી ઓક્ટોબરે જ સફળ રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે. IPO સોમવારે, 28 ઓક્ટોબર, 2024 ના રોજ BSE અને NSE પર લિસ્ટ થશે.

Waaree Energies IPO GMP

Waaree Energies IPO GMP ની વાત કરીએ તો હાલ ગ્રે માર્કેટમાં 98% પ્રીમીયમ એટલે કે 1470 રૂપિયા બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે IPO નું લિસ્ટિંગ થાય ત્યારે આના કરતા અલગ પણ હોય શકે છે.

Waaree Energies IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

વારી એનર્જીસ IPO 21 ઓક્ટોબરના રોજ ઓપન થઇ રહ્યો છે.

Waaree Energies IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

Waaree Energies IPO ની ઇસ્યુ સાઈઝની વાત કરીએ તો તે 4321.44Cr નો છે.

Waaree Energies IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

Waaree Energies IPO ની બીડ 23 ઓક્ટોબર સુધી લગાવી શકશો.

Waaree Energies IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

Waaree Energies IPO ની શેર ફાળવણી 24 ઓક્ટોબર, 2024ના રોજ છે.

Waaree Energies IPO ક્યારે લિસ્ટિંગ થશે?

IPO સોમવારે, 28 ઓક્ટોબર, 2024 ના રોજ BSE અને NSE પર લિસ્ટ થશે.

Waaree Energies IPO નું GMP કેટલું છે?

Waaree Energies IPO GMP ની વાત કરીએ તો હાલ ગ્રે માર્કેટમાં 98% પ્રીમીયમ એટલે કે 1470 રૂપિયા બોલાઈ રહ્યું છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી GujaratAaj.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

WhatsApp Join
Telegram Join
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Most Popular

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો