વંદે ભારત સ્લીપર ટ્રેન વિડીયો: ભારતીય રલ્વેના આધુનિકીકરણનો નવો ચહેરો

By | September 2, 2024

વંદે ભારત સ્લીપર ટ્રેન વિડીયો: આજે શહેરના દરેક માર્ગો પર વંદે ભારત ટ્રેનની માંગ છે. જેમાં સૌથી વધુ રાહ જોવાતી વંદે ભારત સ્લીપર ટ્રેનની પ્રથમ જલક સામે આવી છે.

વંદે ભારત સ્લીપર ટ્રેન વિડીયો: વંદે ભારત સ્લીપર ટ્રેન આગામી ત્રણ મહિનામાં ટ્રેક પર દોડવાની તૈયારીમાં છે. આ ટ્રેનની સ્પીડ અંદાજીત 160 થી 180 કિમી પ્રતિ કલાક છે. ખરે ખર હાઇ સ્પીડ ટ્રેનો લોકોને તેમના વ્યવસાય, રોજગાર અને સપનાને વિસ્તૃત કરવાનો વિશ્વાસ આપે છે. આજે દેશભરમાં 102 વંદે ભારત રેલ્વે સેવાઓ કાર્યરત છે.

વંદે ભારત સ્લીપર ટ્રેન જે વિડીયો સામે આવ્યો છે એ જોઇને જ તમે શોક થઇ જશો કારણકે તમને એ જોતા એવું લાગશે કે તમે કોઈ વિદેશમાં ફરવા ગયા છો, ભારતીય લોકો ઘણા સમયથી વંદે ભારત સ્લીપર ટ્રેનની રાહ જોઈંને બેઠા હતા. જે લગભગ ડીસેમ્બરથી આ ટ્રેનનો ઉપયોગ કરી શકાશે.

વંદે ભારત સ્લીપર ટ્રેન વિડીયો

https://twitter.com/MIB_India/status/1830167229855645842

વંદે ભારત સ્લીપર ટ્રેનમાં વર્લ્ડ ક્લાસ સુવિધા આપવામાં આવી છે. વંદે ભારત સ્લીપર ટ્રેનને લાંબા અંતરની મુસાફરીને સરળ બનવા માટેના ઉદેશ્યને ધ્યાનમાં લઈને બનાવામાં આવી છે. જેથી કરીને મુસાફરો લાંબા અંતરની મુસાફરી પણ આનંદ દાયક કરી શકે.

આ પણ ખાસ વાંચો:

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુમાં બીઇએમએલની ફેસિલિટીમાં બનેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચના પ્રોટોટાઇપ લોન્ચ કરી દીધા છે. તેમજ સૌ પ્રથમ આ કોચને આગામી 10 દિવસ સુધી આકરી ટ્રાયલનો સામનો કરવો પડશે. રેલવે મંત્રીએ કહ્યું છે કે સ્લીપર કોચનું નિર્માણ થઇ ગયું છે અને હવે આ ટ્રેનને બીઇએમએલ ફેસિલિટીમાંથી ટ્રાયલ માટે બહાર કાઢવામાં આવશે.

https://twitter.com/MIB_India/status/1830268290566107552

વંદે ભારત સ્લીપર ટ્રેનમાં આધુનિક સુરક્ષા સુવિધાઓ હશે, જેનાથી લોકો ઝડપી ગતિ અને વધુ આરામદાયક મુસાફરીમાં ટૂંકા સમયે લાંબા અંતરની મુસાફરી કરી શકશે. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કુલ 16 કોચ હશે, જેમાંથી 11 3AC, 4 2AC અને 1 ફર્સ્ટ ક્લાસ કોચ હશે. વંદે ભારત સ્લીપર ટ્રેન USB ચાર્જિંગ, મોબાઈલ ચાર્જિગ, ઇન્ટીગ્રેટેડ રીડિંગ લાઇટ, ફ્લોરિંગ લાઈટ વગેરે સુવિધાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *