PM Jan Dhan Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા આમ જનતાની સુખાકારીમાં વધારો થાય એ હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાંની આ એક PM જન ધન યોજના છે. જેની શરૂઆત આજથી 10 વર્ષ પેહલા કરવામાં આવી હતી.
PM જન ધન યોજના: જેના કારણે આજે ગુજરાતમાં PM જન ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર પહોચી છે. તેમજ બીજી વાત કરીએ તો 1 કરોડ 41 લાખથી વધુ RuPay કાર્ડ જારી કરવામાં આવ્યા છે. દેશના કુલ 53.13 કરોડ જન-ધન ખાતાઓમાં ₹2,31,235 કરોડથી પણ વધારે બેલેન્સ, PM જન ધન યોજના થકી અસંખ્ય લોકોને મૂળભૂત નાણાકીય સેવાઓ મળી છે.
PM જન ધન યોજના
અહી આપ સૌને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ભારતમાં રહેતો કોઈપણ નાગરિક ખાતુ ખોલાવી શકે છે, પણ એ ધ્યાન રાખવું તેની ઉંમર 10 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ, તે વ્યક્તિ PM જન ધન ખાતું ખોલાવી શકવા માટે યોગ્ય છે. લાભાર્થીઓ PM જન ધન ખાતું સાર્વજનિક ક્ષેત્રની બૅન્કો અથવાતો ખાનગી બૅન્કમાં પણ ખોલી શકાય છે. અહી તમને એ પણ જણાઈ દેવી કે જો વ્યક્તિ પાસે હાલમાં બીજું કોઈ બચત ખાતું હોય અને જો તમે તેને જન ધન ખાતામાં કન્વર્ટ પણ કરી શકાય છે.
પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ખાતું ખોલવા માટે જરૂરી દસ્તાવેજો
આ યોજના માટે જો જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો જો તમારી પાસે આધાર કાર્ડ / આધાર નંબર પરથી ખાતુ ખોલાવી શકશો, જો કદાચ તમારું હાલનું સરનામું બદલાયું હોય તો તે પ્રમાણિત કરવું પડશે.
જો આધાર કાર્ડ ઉપલબ્ધ ન હોય તો નીચેનામાંથી કોઈપણ એક અધિકૃત રીતે માન્ય દસ્તાવેજો (OVD)ની જરૂર પડશે. મતદાર આઈડી કાર્ડ (ચુંટણી કાર્ડ) , ડ્રાઈવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ અને NREGA કાર્ડ. જો તમારું સરનામું પણ આ દસ્તાવેજોમાં હાજર છે, તો તે “ઓળખ અને સરનામાના પુરાવા” બંને તરીકે કાર્ય કરી શકે છે.
PM જન ધન યોજના લાભ
- PMJDY (પીએમજેડીવાય) ખાતાઓમાં કોઈ લઘુતમ સંતુલન જાળવવાની જરૂર નથી.
- ખાતામાં થાપણ પર વ્યાજ મળે છે.
- એકાઉન્ટ ધારકને (Rupay Debit Card) રૂપે ડેબિટ કાર્ડ પ્રદાન કરવામાં આવે છે.
- એક લાખ રૂપિયાના અકસ્માત વીમા કવર (28.8.2018 પછી ખોલવામાં આવેલા નવા PMJDY ખાતાઓમાં રૂ. 2 લાખ)
- પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ, લાભાર્થીને સામાન્ય શરતોની ભરપાઈ પર તેના મૃત્યુ પર 30,000 રૂપિયાનો જીવન વીમો ચૂકવવાપાત્ર રહેશે.
- એક ઓવરડ્રાફટ (ઓડી) ની સુવિધા રૂ. પાત્ર ખાતાધારકોને 10,000 ઉપલબ્ધ છે.
- પીએમજેડીવાય એકાઉન્ટ્સ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી)
- પ્રધાન જીવન જ્યોતિ બિમા યોજના (પીએમજેજેબીવાય), પ્રધાન સુરક્ષા બીમા યોજના (પીએમએસબીવાય), અટલ પેન્શન યોજના (એપીવાય), માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ અને રિફાઇનાન્સ એજન્સી બેંક (મુદ્રા) માટે યોગ્ય છે.
પ્રધાનમંત્રી જન ધન યોજના વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશની પહેલ બની ગઈ છે. આ યોજનાના કારણે અસંખ્ય લોકો માટે બૅન્કની સુવિધા સુલભ બની છે. ખાસ તો, ગરીબ લોકોને સસ્તા દરે રેમિટન્સ, ક્રેડિટ, વીમો, પેન્શન, બૅન્કિંગ, સેવિંગ્સ અને ડિપોઝિટ અકાઉન્ટ્સ સહિતની વિવિધ નાણાકીય સેવાઓ ઉપલબ્ધ બની છે.
આ પણ ખાસ વાંચો: