આશ્રમશાળા છોટાઉદેપુર ભરતી 2024: છોટાઉદેપુર જીલ્લામાં આવેલ અનુદાનિત આશ્રમશાળા તથા ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં મદદનીશ કમિશ્નર (આદિજાતિ વિકાસ) છોટાઉદેપુર દ્વારા મળેલ એન.ઓ.સી ના વાંધા પ્રમાણપત્ર અન્વયે વિદ્યાસહાયક તથા શિક્ષણ સહાયકની ભરતી કરવાની થાય છે.
આશ્રમશાળા છોટાઉદેપુર ભરતી 2024: આશ્રમશાળા છોટાઉદેપુર જીલ્લાની વિવિધ આશ્રમશાળામાં વિદ્યાસહાયક તથા શિક્ષણ સહાયકની તરીકે નોકરી શોધી રહેલા તમામ ઉમેદવાર માટે આ એક સારી એવી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ તેમજ મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સબંધિત વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી તેમજ નીચે આપેલ આર્ટીકલ પરથી મેળવો.
આશ્રમશાળા છોટાઉદેપુર ભરતી 2024
પોસ્ટ માહિતી:
આદિવાસી આશ્રમશાળા બાર, તા – જેતપુરપાવી, જી. છોટાઉદેપુર
- જગ્યા પ્રકાર: વિદ્યાસહાયક
- વિષય: ધો.1 થી 5 તમામ વિષય
શૈક્ષણિક લાયકાત: એચ.એસ.સી / પી.ટી.સી. (TET – 1 પ્રાથમિક પરીક્ષા પાસ)
- જગ્યા પ્રકાર: વિદ્યાસહાયક
- વિષય: ગણિત -વિજ્ઞાન
શૈક્ષણિક લાયકાત: બી.એસ.સી. / પી.ટી.સી. / બી.એડ. (TET – 2 પ્રાથમિક પરીક્ષા પાસ)
અરજી મોકલવાનું સ્થળ: પ્રમુખશ્રી / મંત્રીશ્રી વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ જેતપુરપાવી, મુ.પો. તા.જેતપુરપાવી, જી.છોટાઉદેપુર – 391160. ઠે, શ્રી એમ.સી. રાઠવા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પહેલા માળે
ઉત્તર બુનિયાદી આશ્રમશાળા રતનપુર (કપરાલી), તા. નસવાડી, જી. છોટાઉદેપુર
- જગ્યા પ્રકાર: શિક્ષણ સહાયક
- વિષય: ભૂગોળ
શૈક્ષણિક લાયકાત: એમ.એ / બી.એડ (TAT 2 ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા પાસ)
અરજી મોકલવાનું સ્થળ: પ્રમુખશ્રી તુલસી સેવાશ્રમ ટ્રસ્ટ જેતપુરપાવી, મુ.પો. તા – જેતપુરપાવી, જી – છોટાઉદેપુર 391160. ઠે, શ્રી એમ.સી. રાઠવા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પહેલા માળે.
આ પણ ખાસ વાંચો:
આશ્રમશાળા છોટાઉદેપુર ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લાયકાતના ગુણ પત્રકો અને પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયે દિન 15 સુધીમાં મળી જાય તે રીતે રજી.પો.એડીથી આપેલ સરનામે સ્વ હસ્તાક્ષરે અરજી કરવાની રહેશે. જાહેરત પ્રસિદ્ધ થયા તારીખ 10.09.2024
ખાસ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે ફરજીયાત અધિકૃત જાહેરાત વાંચીને જ અરજી કરવી. આ લેખ માત્ર આપને માહિતી મળી રહે તે હેતુથી જ વિવિધ માધ્યમો માંથી માહિતી એકત્રિત કરીને અહી પબ્લીશ કરવામાં આવ્યો છે.