HomeSarkari YojanaPradhan Mantri Awas Yojana 2024 Urban 2.0: મોદી સરકાર આપી રહી છે...

Pradhan Mantri Awas Yojana 2024 Urban 2.0: મોદી સરકાર આપી રહી છે ઘર બનાવા 2.50 લાખ રૂપિયા સુધીની સહાય, જાણો સંપૂર્ણ માહિતી

Pradhan Mantri Awas Yojana 2024 Urban 2.0: PMAY-U 2.0 પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના ને કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી મંજુરી મળી છે. PM Awas Yojana હેઠળ દેશભરમાં આગામી 5 વર્ષમાં 1 કરોડ મકાન બનાવવામાં આવશે.

Pradhan Mantri Awas Yojana 2024 Urban 2.0: ભારત સરકાર દ્વારા શહેરી વિસ્તારના લોકો માટે તેમના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી PMAY-U ની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે સરકાર દ્વારા PMAY-U 2.0 ને મંજુરી આપી દેવામાં આવી છે.

Pradhan Mantri Awas Yojana 2024 Urban 2.0

Pradhan Mantri Awas Yojana 2024 Urban 2.0 Scheme: પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના PMAY-U 2.0 ને કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી મંજુરી મળી છે. આ યોજનાનો હેતુ દેશના શહેરી વિસ્તારોમાં વસતી વસ્તીના વિવિધ વર્ગોમાં સમાનતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આગામી પાંચ વર્ષમાં 1 કરોડ મકાનો બનાવવાનો છે. આ જાહેરાત સરકાર દ્વારા 2024 ના સંપૂર્ણ બજેટમાં કરવામાં આવી હતી, જેને હવે કેબીનેટ દ્વારા પણ મજુરી આપવામાં આવી છે.

PMAY-U 2.0 શું છે?

PMAY-U 2.0 નો હેતુ મધ્યમ આવક જૂથ શહેરી ગરીબ પરિવારોને શહેરી વિસ્તારોમાં પરવડે તેવા મકાનો બાંધવા, ખરીદવા અથવા ભાડે આપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ દરેક નાગરિકને પાક્કા ઘર આપી તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાના ભારત સરકારના ધ્યેયને અનુરૂપ છે.

Pradhan Mantri Awas Yojana 2024

  • BLC, AHP અને ARH હેઠળ મકાન બાંધકામની કિંમત મંત્રાલય, રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ / ULB અને પાત્ર લાભાર્થીઓ વચ્ચે વહેંચવામાં આવશે.
  • AHP / BLC હેઠળ સરકારી સહાય અમુક શરતો સાથે પ્રતિ કેટેગરી ₹2.50 લાખ હશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024

EWS / LIG / મિડલ ઇન્કમ ગ્રૂપ (MIG) સેગમેન્ટનાં કુટુંબો કે જેમની પાસે દેશમાં ક્યાંય પણ પાકું મકાન નથી, તેઓ પીએમએવાય-યુ 2.0 હેઠળ મકાન ખરીદવા કે બાંધવાને પાત્ર છે. પીએમ આવાસ યોજના હેઠળ લાયકાત માટે આવક માપદંડ નીચે મુજબ છે:

  • ઈડબલ્યુએસ (EWS) કુટુંબો જે 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો છે.
  • એલઆઈજી (LIG) કુટુંબો એવાં કુટુંબો છે જેમની વાર્ષિક આવક 3 લાખથી લઈને 6 લાખ સુધીની હોય છે.
  • એમઆઈજી (MIG) કુટુંબો એવા કુટુંબો છે જેમની વાર્ષિક આવક 6 લાખથી લઈને 9 લાખ સુધીની હોય છે.
Pradhan Mantri Awas Yojana 2024 Urban 2.0
Pradhan Mantri Awas Yojana 2024 Urban 2.0
ગુજરાતમાં મળશે 2.50 લાખ રૂપિયાની મદદ
  • કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT) જમ્મુ અને કાશ્મીર, પુડુચેરી અને દિલ્હીના BLC અને AHP કેટેગરી માટે પ્રતિ ઘર 2.25 લાખ રૂપિયાની મદદ કરશે. આમાં રાજ્ય સરકાર ઘર દીઠ ઓછામાં ઓછા 0.25 લાખ રૂપિયા આપશે
  • ગુજરાત સહિત અન્ય તમામ કેન્દ્રશાસિત પ્રદેશો માટે, કેન્દ્ર સરકાર ઘર દીઠ ઓછામાં ઓછા 2.50 લાખ રૂપિયા આપશે.
  • આ ઉપરાંત અન્ય રાજ્યો માટે, કેન્દ્ર સરકાર ઘર દીઠ ઓછામાં ઓછા 1.50 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર ઘર દીઠ ઓછામાં ઓછા 1.00 લાખ રૂપિયા પ્રદાન કરશે.

આ પણ ખાસ વાંચો:

જે લોકો પાસે હજુ સુધી કાયમી મકાન નથી તેઓ આ યોજનાના દાયરામાં આવશે. 3 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારને EWS કેટેગરીમાં, 3 થી 6 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારને LIG કેટેગરીમાં અને 6 થી 9 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારને MIG કેટેગરીમાં ગણવામાં આવશે. આ સિવાય ખાનગી પ્રોજેક્ટમાં ઘર ખરીદનારા લોકોને હાઉસિંગ વાઉચર આપવામાં આવશે. આ વખતે રેન્ટલ હાઉસિંગનો પણ સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં, જો તમે ઘર ખરીદવા અથવા બનાવવા માંગતા નથી, તો તેને ભાડા પર લેવાનો વિકલ્પ પણ હશે. EWS, LIG ​​અને MIG ને આ યોજનાનો લાભ મળશે.

WhatsApp Join
Telegram Join
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Most Popular

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો