HomeReligionDhanteras 2024: જાણો ધનતેરસ શુભ મુહુર્ત 2024

Dhanteras 2024: જાણો ધનતેરસ શુભ મુહુર્ત 2024

Dhanteras 2024: સો વર્ષ બાદ ધનતેરસ પર બની રહ્યા છે, ધનતેરસ શુભ મુહુર્ત 2024 સાત દુર્લભ યોગ, ત્રણ ગણો લાભ આપશે. ધનતેરસનો પાવન પર્વ 29 ઓક્ટોબરના દિવસે મંગળવારે છે.

Dhanteras 2024: દરેક વ્યક્તિનો એક જ પ્રશ્ન હોય છે કે ધનતેરસના દિવસે પૂજા કરવા માટે શ્રેષ્ઠ સમય કયો છે અથવા તો ધનતેરસ શુભ મુહુર્ત 2024 કયા છે. તો ચાલો જાણી લ્યો જાણી લો સૌથી શુભ મુહૂર્ત અને ચોઘડિયા વિષે.

Dhanteras 2024

ધનતેરસના દિવસે યમ દીપ દાનનું મહત્વ ખુબ જ હોય છે, તારીખ 29.10.2024 આસો વદ, 12/13 ને મંગળવાર ધનતેરસના પ્રદોષકાળના સમયબાદ યમદીપ દાનનું ખુબજ મહત્વ રહેલું છે.

આ દિવસે સાંજે પ્રદોષકાળ – 08:34 ના સમયબાદ કોઈપણ અનુકુળ સમયમાં ઘઉંના લોટમાંથી બનાવેલ કોડિયામાં તેલનો ચાર આડીવાટનો દીવો ઘરના મુખ્ય દ્વારની બહાર દક્ષીણ દિશામાં મુકવાનો રહેશે.

આ પણ ખાસ વાંચો:

યમદીપ દાન કઈ રીતે કરવું?

તો સૌ પ્રથમ ગૃહના મુખ્ય દરવાજાની બહાર દક્ષીણ દિશામાં જ્યાં દીપક મુકવાનો હોય ત્યાં ગાયના છાણ અથવા તુલસી ક્યારની માટીથી થોડું લીપીને સુદ્ધ કરી દેવું, ત્યારબાદ થોડા ઘઉં અને ચોખાની ઢગલી કરવી. તે ઢગલી ઉપર ઘઉંના લોટનો (થોડી હળદર નાખીને) એક મોટો દીપક બનાવીને મુકવો, તેમાં ચાર આડી વાટ મુકવી, સરસોનું તેલ ભરવું, અને ત્યારબાદ “ઓમ યમ યમાય નમ:” મંત્ર બોલતા બોલતા સૌ પ્રથમ દક્ષીણ દિશાની વાટ પ્રગટાવી, ત્યારબાદ પશ્ચિમ, ત્યારબાદ ઉત્તર અને ત્યારબાદ પૂર્વ દિશાની વાટ પ્રગટાવી, દીપ પ્રગટાવ્યા બાદ આજુ બાજુ પુષ્પ મુકવા અને એક પતાસું અથવા કોઈ પણ મીઠાઈ મુકવી તથા અગિયાર રૂપિયા (સિક્કો) મુકવો (ઈચ્છા અનુસાર વધુ મૂકી શકાય છે).

ધનતેરસ શુભ મુહુર્ત 2024

અને ત્યારબાદ પોતાનું મુખ દક્ષીણ દિશામાં રાખી બે હાથ જોડી યમરાજને પ્રાથના કરવાથી આકસ્મિક સંકટ, દુર્ઘટના, પીડા માંથી મુક્તિ મળે છે અને યમનો ભય રેહતો નથી.

ધનતેરસના આ અવસર પર માતા લક્ષ્મી, ધનપતિ કુબેર, દેવતાઓના વૈદ્ય ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ પર લોકો સોનુ, સોનાના આભૂષણો, ચાંદી, ચાંદીના સિક્કા, નવી ગાડી, પિત્તળના વાસણ વગેરે ખરીદે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ધનતેરસના દિવસે વસ્તુઓની ખરીદી કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ, ધન, સંપત્તિ, વૈભવ વગેરેની પ્રાપ્તિ થાય છે.

જાણો ધનતેરસ 2024 શુભ મુહુર્ત

ધનતેરસ પર ખરીદી માટેનું શુભ મુહૂર્ત કયું છે?

ધનતેરસના દિવસે ખરીદી કરવાના શુભ મુહુર્ત નીચે પ્રમાણે છે.

ચલ: સવારે 9.18 થી 10.41
લાભ: સવારે 10.41 થી બપોર 12.05, સાંજે 7.15 થી 8.51
અમૃત: બપોરે 12.05 થી 1.28 સુધી
શુભ: બપોરે 2.51 થી 4.15 સુધી

ધનતેરસના દિવસે શું-શું ખરીદી શકાય?

૧. સોનુ
૨. ચાંદી
૩. કમળકાકડી
4. ઔષધિઓ
5. કોડી
૬. ચણોઠીઓ
7. ઝાડુ (સાવરણી)
૮. ઘંટડી
9. શંખ

ધનતેરસ લક્ષ્મી પૂજા મુહૂર્ત કયું છે?

ધનતેરસ લક્ષ્મી પૂજા માટે સૌથી ઉત્તમ સર્વોતમ સર્વશ્રેષ્ઠ મુહુર્ત પ્રદોષ કાળની દ્વિતીય વેળા + સ્થિર લગ્ન એમ બંનેનો સમન્વય કરવામાં આવે તો સાંજે 06:59 થી 08:57 નો સમય રહેશે.

WhatsApp Join
Telegram Join
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Most Popular

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો