HomeSportsIND Vs New Zealand: વોશીંગ્ટન સુંદરે પુણેમાં રમાઈ રહેલી ટેસ્ટમાં મચાવ્યો તરખાટ

IND Vs New Zealand: વોશીંગ્ટન સુંદરે પુણેમાં રમાઈ રહેલી ટેસ્ટમાં મચાવ્યો તરખાટ

IND Vs New Zealand: ભારત Vs ન્યુઝીલેન્ડ બીજી ટેસ્ટ હાલ પુણેમાં રમાઈ રહી છે, જેમાં વોશીંગ્ટન સુંદર નામના વાવાઝોડાએ કીવી પ્લેયરના હોશ ઉડાવી દીધા છે.

IND Vs New Zealand: ભારત Vs ન્યુઝીલેન્ડ બીજી ટેસ્ટમાં ભારત ટોસ હારી ગઈ હતી અને ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમ દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ન્યુઝીલેન્ડની ટીમ પુણે ટેસ્ટના પ્રથમ દાવમાં 259 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે. વોશિંગ્ટન સુંદરે તેમજ રવિચંદ્ર અશ્વિન દ્વારા સારી બોલિંગ કરવામાં હતી જેની સામે કીવી બેસ્ટમેન લાચાર બન્યા હતા.

વોશિંગ્ટન સુંદરે ભારત માટે મેચ વિનિંગ બોલિંગ કરી છે. તેણે 23.1 ઓવરમાં 59 રન આપીને 7 વિકેટ લીધી છે. જયારે ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ સારું પ્રદર્શન કર્યું હતું. કોનવેએ 141 બોલનો સામનો કર્યો અને 76 રન બનાવ્યા. રવિન્દ્રએ 65 રનનું યોગદાન આપ્યું હતું. મિશેલ સેન્ટનર 33 રન બનાવીને આઉટ થયો હતો. ટોમ લાથમ 15 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ ખાસ વાંચો:

ત્રણ વર્ષથી પણ લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં પાછો ફરેલા વોશીંગ્ટન સુંદર આગળ કીવી બેટ્સમેનોને ક્રિઝ પર ઉભા રહેવું પણ ભારે પડી રહ્યું હતું. એક પછી એક પહેલી ઈનિંગમાં સાત બેટ્સમેનોને આઉટ કરીને મહેમાન ટીમને 259 રન પર રોકવામાં સૌથી મોટું યોગદાન રહ્યું હતું.

અહી તમને એ પણ જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા. કુલદીપ યાદવની જગ્યાએ વોશિંગ્ટન સુંદર, આકાશદીપને સિરાજની જગ્યાએ અને કેએલ રાહુલની જગ્યાએ શુભમન ગિલનો સમાવેશ કરાયો છે.

IND Vs New Zealand 2nd Test Match

ઓલરાઉન્ડર વોશ્ગિટન સુંદર (59 રન પર 7 વિકેટ)ની શાનદાર ઓફ સ્પિન બોલિંગની મદદથી ભારતે ત્રણ મેચોની સીરિઝની શરૂઆતી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની પહેલી ઈનિંગને 259 રન પર સમેટ્યા બાદ સ્ટંપ્સ સુધી એક વિકેટ પર 16 રન બનાવી લીધા. એક દિવસની રમત પુરી થયા બાદ શુભમન ગિલ અણનમ 10 અને ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અણનમ 6 રન બનાવીને ક્રિઝ પર હતો. ટીમ સાઉદીએ પોતાની બીજી ઓવરમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માને ખાતું ખોલાવ્યા વગર બોલ્ડ કર્યો હતો.

WhatsApp Join
Telegram Join
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Most Popular

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો