HomeBusinessShare Market Crash: રોકાણકારોને કરોડોનું નુકશાન

Share Market Crash: રોકાણકારોને કરોડોનું નુકશાન

Share Market Crash: છેલ્લા બે અઠવાડિયાથી બજાર નવી ઊંચાઈને સ્પર્શી રહ્યું હતું અને NIFTY, Sensex તેમજ અન્ય ઇન્ડેક્સ નવા રેકોર્ડ હાઈની આજુ બાજુ હતા.

Share Market Crash: આજે તો એવું શું થયું કે નિફ્ટી 350 પોઈન્ટ, Sensex 1200 પોઈન્ટ બેન્ક નિફ્ટી 800 પોઈન્ટ તેમજ અન્ય ઇન્ડેક્સમાં પણ આજ રીતે ઘટાડો જોવા મળ્યો છે. આજે બેન્ક, ઓટો, એનર્જી શેર સૌથી વધુ તૂટ્યા છે. શેરબજારમાં કડાકા પાછળ અનેક પરિબળો જવાબદાર હોય છે.

મિડકેપ અને સ્મોલકેપ પણ દબાણમાં જોવા મળી રહ્યા છે. ઇન્ડિયા VIX (વોલેટિલિટી ઇન્ડેક્સ) પણ 8% વધ્યો હતો. ઉછાળા બાદ હવે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. પરંતુ માર્કેટમાં ઘટાડા પાછળ પ્રોફિટ બુકિંગ સિવાય અન્ય કેટલાક કારણો છે.

Share Market Crash
Share Market Crash

માર્કેટ એક્સપર્ટ ઘણા સમયથી ભારતીય શેરબજારની ઉંચી વેલ્યૂએશન વિશે ચિંતિત છે. તેના કારણે રોકાણકારો ઉંચા ભાવે શેર ખરીદતા અચકાય છે. આ સાથે જ ઘણા સેગમેન્ટમાં નફાવસૂલી જોવા મળી રહી છે. વાસ્તવમાં, FIIs (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) નું વેચાણ એ બજારમાં ઘટાડા પાછળનું સ્થાનિક કારણ હતું, કારણ કે શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો શુક્રવારે વેચવાલી કરી રહ્યા હતા અને તેઓએ ચોખ્ખી રૂ. 1,209.10 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

આમ જોવા જઈએ તો બજારમાં ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ હાલ મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવને કારણે પ્રોફિટ બુકિંગ ગણી શકાય. ઈરાન સમર્થિત દળો પર ઈઝરાયેલના સતત હુમલાઓને કારણે સંઘર્ષ અને તણાવમાં વધુ વધારો થવાની સંભાવના છે, આમાં અમેરિકાની ભૂમિકા વધવાની અટકળો પણ છે, આ બજાર માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. જો કે બજારો મહિનાઓથી આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પરંતુ સપ્તાહના અંતે ઇઝરાયેલે હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરાલ્લાહની હત્યા કર્યા પછી તણાવ વધુ વધ્યો છે. જેના કારણે રોકાણકારો સાવધ બન્યા છે.

આ પણ ખાસ વાંચો:

આ સિવાય વૈશ્વિક ટ્રિગર્સને કારણે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. પ્રથમ તો એશિયન બજારોમાં આજે ભારે હલચલ જોવા મળી હતી. જાપાનમાં નિક્કી 1800 પોઈન્ટ્સ તૂટ્યો હતો, કારણ કે નવા વડાપ્રધાનના નામની જાહેરાત બાદ વ્યાજદરમાં ઝડપી વધારાનો ડર વધી ગયો છે, જેના કારણે બજાર ઘટ્યું હતું અને સેન્ટિમેન્ટ નબળું પડ્યું હતું.

શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન બીએસઈના 30 માંથી 23 શેરો ઘટી ગયા હતા. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. તે અંદાજીત 3 ટકાના ઘટાડા પછી 2971 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય ICICI બેન્કનો શેર 2.36 ટકા ઘટીને રૂ. 1275 અને એક્સિસ બેન્કનો શેર 2.29 ટકા ઘટીને રૂ. 1243 થયો હતો. તે જ સમયે, ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સનો શેર ઘટ્યો હતો અને તે 1.50 ટકા ઘટીને રૂ. 975 થયો હતો.

WhatsApp Join
Telegram Join
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Most Popular

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો