ચુટણી કાર્ડ જે ને આપણે Voter id કે Voter Card ના નામ થી પણ ઓળખીએ છીએ. જે ભારત સરકારના નિયમ મુજબ ભારતમાં જન્મેલા ૧૮ વર્ષ કે ૧૮ વર્ષથી ઉપરના લોકો કાઢી શકે છે. તેમેજ Voter id (Voter Card) નો ઉપયોગ આપણે મતદાન આપવા માટે કે અલગ અલગ સરકારી પુરાવા માટે કરતા કોઇએ છીએ. પણ જો એમા જ કોઇ ભુલ હોય તો? એક ભુલ આપણ ને ખાણી નુકશાન કરતી હોય છે અથવા જે તે સરકારી યોજનાનો લાભ લેવાથી આપણને વંચિત રહિ જતા હોય છીએ.
જો આપના ચુટણી કાર્ડ માં કોઇ ભુલ હોય તો શુ આપણે એમા સુધારો કરી શકિએ ખરા ? એના માટે આપણે ક્યા જાવુ પડશે? શુ શુ કરવુ પડશે? અને સુધારા માટે કેટલા રુપિયા આપવા પડશે? તો આ બધાના જવાબ અમે તમેને આપિશુ તમારે કોઇ ચિંતા કરવાની જરુર નથી.
ચુટણી પંચ દ્વરા હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે ખાસ કાર્યક્રમ નુ આયોજન કરેલ છે. આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન તમે આપના ચુટણી કાર્ડમાં સુધારા વધારા કરી શકો છો. તેની સંપુર્ણ માહિતી નિચે મુજબ છે.
૧. કાર્યક્રમ કેટલા દિવસ ચાલશે? જવાબ: મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ૨૯/૧૦/૨૦૨૪ થી ૨૮/૧૧/૨૦૨૪ સુધી ચાલવાનો છે.
૨. મારા ૧૮ વર્ષ થઇ ગયા છે તો મારુ ચુટણી કાર્ડ નિકળશે? જવાબ: હા, જો આપની ઉમર તા. ૦૧-૦૧-૨૦૨૫ ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ હોય તો આપ નવુ વોટર કાર્ડ કઢાવી શકો છો.
૩. કેટલો ખર્ચ થશે? સુધારા માટે તમારે કોઇ રૂપિયા ચુકવવાના નથી. વોટર કાર્ડમાં સુધારો એ મફત સુવિધા છે.
૪. શુ રવિવારે પણ સુધારો થાશે? જવાબ: ચુટણી પંચ દ્વરા ખાસ ઝુંબેસના દ્દિવસો રાખેલ છે. જે અંતર્ગત ૧૭/૧૧/૨૦૨૪ તેમજ ૨૪/૧૧/૨૦૨૪ રવિવારે પણ તમે તમારા ચુટણી કાર્ડમાં સુધારો કરી શકો છો.
૫. ચુટણી કાર્ડમાં સુધારો કરવા ક્યા જવાનુ ? આપના ગામ કે શહેરના કે વિસ્તારના જે BLO તેનો આપ સંપર્ક કરી શકો છો.
વધુ માહિતી માટે આપ હેલ્પ લાઇન નંબર ૧૯૫૦ પર કોલ કરી શકો છો.
શુ આપને આ લેખ ઉપયોગી લાગ્યો? જો હા તો આ લેખ ને આપના મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે જરુરથી શેયર કરજો.