HomeSarkari Yojanaઆવકનો દાખલો અરજી ફોર્મ: હવે ઘરે બેઠા ઓનલાઈન કઢાવો આવકનો દાખલો

આવકનો દાખલો અરજી ફોર્મ: હવે ઘરે બેઠા ઓનલાઈન કઢાવો આવકનો દાખલો

આવકનો દાખલો અરજી ફોર્મ: આવક અંગેનું પ્રમાણપત્ર બાબત, અત્યારના સમયમાં આવકનો દાખલો ખૂબ જ અગત્યનો સરકારી દસ્તાવેજ ગણાય છે. જેના માટે લોકો કચેરીના કેટલાય ધક્કા ખાતા હોય છે અને લાંબી લાઈનમાં પણ ઉભુ રેહવું પડતું હોય છે.

આવકનો દાખલો અરજી ફોર્મ: હવે આવકના દાખલાનું ફોર્મ તમે ઓનલાઈન ડાઉનલોડ પણ કરી શકશો અને ઓનલાઇન અરજી પણ કરી શકશો. ખરેખર હાલના સમયમાં સરકારી યોજનાઓનો લાભ મેળવવા, શિષ્યવૃત્તિ માટે અરજી કરવા, લોન માટે અરજી કરવાની પ્રક્રિયા, અથવા અન્ય કોઈ પણ આવક આધારિત સેવાઓ માટે જરૂરી હોય છે.

આવકનો દાખલો અરજી ફોર્મ

આવકનું પ્રમાણપત્ર: જે-તે નાણાંકીય વર્ષમાં તમારી કુલ આવકની ખાતરી કરતું સરકારી પ્રમાણ પત્ર એટલે આવકનો દાખલો. એવામાં આજે અમે તમને સરકારી કચેરીના ધક્કા ખાધા વિના આવકનો દાખલો હવે ઘરે બેઠા ઑનલાઈન અરજી કેવી રીતે કરી શકાય? તે વિશે અહિયાં જણાવીશું.

પેહલા તો આપને અહી આવકના દાખલા માટે જરૂર પડતા ડોક્યુમેન્ટ વિષે જાણીશું. ત્યારબાદ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ પણ વિગતવાર જાણીશું.

આ પણ ખાસ વાંચો:

હવે ઘરે બેઠા ઓનલાઈન કઢાવો આવકનો દાખલો

આવકના દાખલો કાઢવા માટે ક્યાં ડોક્યુમેન્ટ જરૂર પડશે?

રહેઠાણનો પુરાવો (કોઇપણ એક): રેશન કાડૅ, લાઇટ બીલની ખરી નકલ, ટેલીફોન બીલની ખરી નકલ, ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ, પાસપોર્ટ ની ખરી નકલ, બેંક પાસબુક / રદ કરાયેલ ચેકનું પ્રથમ પૃષ્ઠ, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુક, ગાડી ચલાવવાની પરવાનગી, PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ, પાણીનું બિલ (3 મહિનાથી જૂનું નથી).
ઓળખાણનો પુરાવો (કોઇપણ એક): ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ, ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ, પાસપોર્ટ ની ખરી નકલ ગાડી ચલાવવાની પરવાનગી, PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ, નાગરિકનો ફોટો ધરાવતા કોઈપણ સરકારી દસ્તાવેજ, માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી.
આવકનો પુરાવો (કોઇપણ એક): એમ્પ્લોયર સર્ટિફિકેટ (જો સરકારી, અર્ધ સરકારી અથવા કોઈપણ સરકારી ઉપક્રમમાં નોકરી કરતા હોય તો). જો પગારદાર હોય (ફોર્મ :16-A અને છેલ્લા 3 વર્ષથી ITR) જો વ્યવસાયમાં હોય (છેલ્લા 3 વર્ષથી વ્યવસાયની ITR અને વ્યવસાયની બેલેન્સ શીટ), તલાટી સમક્ષ ઘોષણા (સેવા સંબંધિત)
અન્ય સાથે જોડાણ માટે પુરાવા: રેશન કાડૅ, ટેલીફોન બીલની ખરી નકલ, લાઇટ બીલની ખરી નકલ, સોગંદનામુ.

આવકના દાખલા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

Step 1: સૌ પ્રથમ ઓનલાઈન આવકનો દાખલો મેળવવા માટે ડિજિટલ ગુજરાતની વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/ પર જાવ.
Step 2: મેનુ બારમા સીટીઝન સર્વિસ બટન પર ક્લિક કરો.
Step 3: હવે તેમાં Income Certificate બટન પર ક્લિક કરો.
Step 4: ત્યારબાદ નવું જે પેજ ઓપન થયું તેમાં જરૂરી ડોક્યુમેન્ટ લીસ્ટ જોવા મળશે તેમજ પેજના અંતે તમે આવકના દાખલાનું ફોર્મ ફી તેમજ ઓનલાઈન અરજી કરવા માટેનું ઓપ્શન મળશે.
Step 5: ઓનલાઇન એપ્લિકેશન કર્યા બાદ રજિસ્ટર્ડ યુઝર ની લોગીન સાઈડ ખુલશે. જો પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો લોગીન આઈડી અને પાસવર્ડ નાખી લોગીન કરો. જો ન કરેલ હોય તો ન્યુ રજીસ્ટ્રેશન કરવા માટે સિલેક્ટ કરો.
Step 6: હવે લોગીન કાર્યબાદ અરજદારની વિગતો ભર્યા બાદ NEXT પર ક્લિક કરો.
Step 7: હવે ધંધાની વિગતો તેમજ આવકની વિગતો ભરવાની રહેશે. જે બાદ NEXT પર ક્લિક કરો.
Step 8: હવે જે પેજ ખુલે ત્યાં જરૂરી ડોક્યૂમેન્ટ અપલોડ કરો.
Step 9: ડોક્યૂમેન્ટ અપલોડ કર્યા બાદ અરજીને સબમીટ કરો. જે બાદ તમે તમારા અરજી ફોર્મની પ્રિન્ટ પણ લઈ શકો છો.
Step 10: જે બાદ તમારી સમક્ષ ઑનલાઈન પૈસાની ચૂકવણી કરવાનો વિકલ્પ ખૂલશે. જેમાં બે ઑપ્શન આપ્યા હશે- ઈ-વૉલેટ અને ગેટ-વે.
Step 11: પેમેન્ટની ચૂકવણી બાદ અરજદારને તેની અરજીની સ્થિતિ જાણવા માટે એક SMS મળશે.
Step 12: એકવાર એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અરજદાર ડાઉનલોડ કરેલ ડૉક્યુમેન્ટ વિકલ્પનો ઉપયોગ કરીને આવકનો દાખલો મેળવવા માટે એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરી શકે છે.

વધુ જાણકારી માટે આપ ડિજિટલ ગુજરાતના હેલ્પલાઈન નંબર- 18002335500 પર કૉલ પણ કરી શકો છો.

WhatsApp Join
Telegram Join
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Most Popular

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો