HomeEducationવિધાયસહાયક ભરતીનુ મેરીટ લિસ્ટ ક્યારે આવશે?

વિધાયસહાયક ભરતીનુ મેરીટ લિસ્ટ ક્યારે આવશે?

ગુજરાત સરકારના શિક્ષણ શાખા દ્વારા હાલ વિધાયસયક ભરતી ચાલી રહિ છે. જેમા ધોરણ ૧ થી ૫ માં ૫૦૦૦ શિક્ષકોની ભરતી થવાની છે. જ્યારે ધોરણ ૬ થી ૮ માં ૭૦૦૦ વિધાયસયક શિક્ષકોની ભરતી ગુજરાત સરકાર કરવાની છે.

વિધાયસહાયક ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની હતી. અરજી વેબસાઇટ https://vsb.dpegujarat.in ઉપર તા.૦૭/૧૧/૨૦૨૪ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી કરી શકાતી હતી. વિધાયસહાયક ભરતી માટે અરજી કરવાનો સમય હવે પુરો થઇ ગયો છે. મોટા ભાગના ઉમેદવારો એ ઓનલાઇન અરજી કરેલ છે. પરંતુ હવે સવાલ એ આવે છે કે… વિધાયસહાયક ભરતીનુ મેરીટ લિસ્ટ ક્યારે આવશે?

વિધાયસહાયક ભરતીનુ મેરીટ લિસ્ટ ક્યારે આવશે?
વિધાયસહાયક ભરતીનુ મેરીટ લિસ્ટ ક્યારે આવશે? 2

વિધાયસહાયક મેરીટ પહેલા આ કામ થશે.

તો ચાલો આપણે એનો જવાબ શોધવાનો એક પ્રયત્ન કરીએ. જેથી દરેક ઉમેદવારને એટલુ તો નક્કી થઇ જ જશે કે આ મેરીટ આ તારીખ પછી જ આવશે. એ પહેલા વિધાયસહાયકનુ મેરીટ આવવાની કોઇ સક્યતા હાલ દેખાતી નથી.

હાલ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની બદલીનો દોર ચાલી રહ્યો છે. થોડા સમય પેહલા જ પ્રાથમિક શાળામાં તાલુકા ફેર બદલી કરવામાં આવી. એટલે કે જે શિક્ષકોને પોતે જે જીલ્લામાં નોકરી કરે છે તે જીલ્લામાં જ પોતાના તાલુકામાં અથવા જે તે જિલ્લાના બીજા તાલુકાની શાળામાં બદલી કરી શકે છે. તાલુકા ફેર પછી આવે છે જિલ્લા ફેર બદલી કેમ્પ. એટલે કે કોઇ શિક્ષક પોતે જે જિલ્લામાં નોકરી કરે છે તે બદલી ને બિજા જિલ્લામાં નોકરી માટે જવુ હોય તો જઇ શકે છે.

ધારો કે કોઇ શિક્ષક કચ્છ જિલ્લામાં નોકરી કરે છે પણ તેમનુ વતન મોરબી છે તો એ શિક્ષક જિલ્લા ફેર બદલીમાં કચ્છ થી બદલી કરાવીને મોરબી જશે. તો એને આપણે જિલ્લા ફેર બદલી કરી કેવાય.

બદલી અને ભરતીને શુ લેવા દેવા?

હવે તમને મનમાં સવાલ થશે કે ભરતી અને બદલીને શુ લેવા દેવા છે. તો જવાબ છે ૧૦૦% લેવા દેવા છે. કઇ રીતે સમજીએ.

આપણે ઉપરના ઉદાહરણમાં સમજ્યા કે કચ્છના કોઇ શિક્ષકને બદલી કરીને મોરબી જવુ છે. હવે એ ઉદાહરણને થોડુ વિસ્તાર થી સમજીએ. કચ્છના એ શિક્ષક ૬ થી ૮ માં સામાજીક વિજ્ઞાનમાં નોકરી કરે છે. તેમેને મોરબી જિલ્લામાં બદલી કરીને આવુ છે. તો હવે થાશે એવુ કે કચ્છ જિલ્લામાં સામાજીક વિજ્ઞાનની એક જગ્યા ખાલી થશે અને મોરબી જિલ્લામાં એક સામાજીક વિજ્ઞાનની એક જગ્યા ભરાશે. એટલે જ્યા સુધી જિલ્લા ફેર બદલી કેમ્પ પુરો ન થાય ત્યા સુધી સરકારને ચોખી ખાલી જગ્યાની ખબર ન પડે કે ક્યા જિલ્લામાં ક્યા વિષયની કેટલી ખાલી જગ્યા છે? હા ઓલઓવર અંદાજો આવી જાય છે કે કુલ આટલી ઘટ છે. પણ બદલી હજી બાકી છે એટલે ક્યા શિક્ષક ક્યા જિલ્લામાં જશે ? ક્યા તાલુકા માં જશે? અને ક્યુ ગામ લેશે? એ તો બદલી પુરી થયા પછી જ ખબર પડશે. ત્યાર બાદ જ નવી જગ્યા ક્યા ખુલી અને ક્યા ભરાણી એની ખબર પડે. અને એ પછી જે સરકાર ૧ થી ૫ અને ૬ થી ૮ માં વિધાયસહાયકની ભરતી કરી શકે.

તો શુ ત્યા સુધી મેરીટ લિસ્ટ નહિ આવે?

જિલ્લા ફેર બદલીના છેલ્લા ઓડર નિકળવાની તારિખ ૩૧/૧૨/૨૦૨૪ છે. એટલે કે ૩૧/૧૨/૨૦૨૪ પછી ચિત્ર ચોખુ થઇ જશે કે ક્યા જિલ્લામાં ક્યા તાલુકામાં અને ક્યા ગામમાં ક્યા શિક્ષકની ઘટ છે. એટલે ત્યા સુધી તો નવા વિધાસહાયકો ને હાજર કરવાનો સવાલ જ આવતો નથી. હવે જો સરકાર ધારે તો મેરીટ બહાર પાડી શકે છે. કે અમારે ૧ થી ૫ માં ૫૦૦૦ શિક્ષકોને લેવા છે તો મેરીટમાં આવનારા ૫૦૦૦ શિક્ષકો આ છે. પણ ભરતી તો ૩૧/૧૨/૨૦૨૪ પહેલા નહિ થઇ શકે એવુ મને લાગે છે. એટલે તમામ ઉમેદવારને ત્યા સુધી રાહ જોવી જ પડશે એવુ લાગે છે.

બાકી બીજા પણ કારણો છે જેની ચર્ચા આગળના લેખમાં કરશુ. વિધાયસહાયક ભરતીને લગતી કોઇ પણ નવી અપડેટ આવશે તો અમે ચોકસ તમેન જણાવશુ. એટલે તમે રેગ્યુલર આ વેબસાઇટની મુલાકાત લેતા રેહજો. અને તમારા મિત્રોને પણ આ લિંક શેયર કરવાનુ ભુલતા નહિ. આભાર…

WhatsApp Join
Telegram Join
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Most Popular

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો