HomeEducationશુ તમે જિલ્લા ફેર બદલી કરવાના છો? તો આ મેસેજ તમને કામ...

શુ તમે જિલ્લા ફેર બદલી કરવાના છો? તો આ મેસેજ તમને કામ આવશે. જરૂરથી વાંચો.

જિલ્લા બદલી પાત્ર શિક્ષકો માટે અગત્યની નોંધ.

આપ જાણતા જ હશે કે હાલ ધો. ૧ થી ૮ ના શિક્ષકોની જિલ્લા ફેર બદલી ચાલી રહિ છે. તેમા ઘણા બધા શિક્ષકોને અમુક બાબત ને લઇને મનમાં પ્રશ્નો છે. તો આ બધિ શંકાઓ અને પ્રશ્નો ને ધ્યાનમાં રાખી હાલ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક શિક્ષકો માટે એક મેસેજ ફરતો થયો છે. જેમા બદલી બાબતે જરુરી માહિતી આપેલ છે. જેમા બબી વિગત વાર માહિતી આપેલ છે. જે મેસેજ વાંચય બાદ આપના મનમા રહેલ ઘણા પ્રશ્નોનુ સમાધાન થઇ જશે.

નિચે આપેલ મેસેજ હાલ વાયરલ થઇ રહેલ છે. જે નિચે મુજબ છે.

ગુજરાત શિક્ષકો જિલ્લા ફેર બદલી
જિલ્લા ફેર બદલી માટે જાહેરાત

જિલ્લા ફેર બદલી પાત્ર શિક્ષકો માટે અગત્યની નોંધ.

ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ.
જિલ્લા ફેર બદલી અંગે નોંધ.

મુદ્દા નંબર 1. જિલ્લા ફેર બદલી કેમ્પ ઓફ લાઇનમાં પ્રથમ તબક્કા માટે અગ્રતા વાળા ઉમેદવાર તથા સિન્યોરીટી વાળા ઉમેદવાર ને 50% અને 50% જગ્યા મુજબ સ્થળ પસંદગી આપવામાં આવશે. સ્થળ પસંદગીમાં પ્રથમ અગ્રતા કેટેગરી વાળા ને સ્થળ પસંદગી આપવામાં આવશે ત્યારબાદ સિનિયોરિટી વાળા ઉમેદવારને સ્થળ પસંદગી આપવામાં આવશે.

મુદ્દા નંબર 2. જે તે કેટેગરી માટે અર્થાત્ અગ્રતા / સીનીયો રિટી માટે 50% જગ્યા મુજબ પૂરતા ઉમેદવાર ન મળતા હોય તો બાકીની જગ્યાઓ ઓનલાઈન પ્રથમ તબક્કા ના બદલી કેમ્પ માટે જે તે કેટેગરી અગ્રતા/ સીનીયો રિટી માટે ખાલી રાખવામાં આવશે.

મુદ્દા નંબર 3. પ્રથમ તબક્કાના ઓનલાઇન કેમ્પમાં જે જગ્યાઓ અગ્રતા/સીનીયોરી ટી માટે બતાવેલી હોય તે જગ્યાઓ તે જ કેટેગરી અર્થાત્ અગ્રતા/સીનીયોરી ટી થી પૂરેપૂરી ન ભરાય તો બાકી રહેલી જગ્યાઓ અન્ય કેટેગરી માટે કન્વર્ટ કરી આપવામાં આવશે અને તેનો બીજા તબક્કાનો ઓફલાઈન કેમ્પ કરવામાં આવશે.

મુદ્દા નંબર 4. પ્રથમ તબક્કાના ઓફલાઈન કેમ્પમાં જિલ્લા ફેર બદલીથી કોઈ ઉમેદવાર અન્ય જિલ્લા માં બદલી કરાવે તો તે બદલીથી ગયેલ ઉમેદવારની ખાલી પડેલી જગ્યા પછીના પ્રથમ તબક્કા ના ઓનલાઈન કેમ્પમાં બતાવવામાં આવશે તથા પ્રથમ રાઉન્ડ ઓનલાઈન કેમ્પમાં જિલ્લા ફેર બદલીથી ગયેલી ઉમેદવાર ની જગ્યા બીજા તબક્કા ના ઓનલાઇન કેમ્પમાં
બતાવવામાં આવશે. અર્થાત અગાઉના તબક્કાના જિલ્લા ફેર બદલી કેમ્પમાં ખાલી થયેલ જગ્યા તેના પછીના તબક્કાના જિલ્લા ફેર બદલી કેમ્પ બતાવવામાં આવશે.

ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ

આ મેસેજ હાલ શિક્ષક જગતમાં ખુબ જ વાયરલ થઇ રહેલ છે. આ મેસેજ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જ કરવામાં આવેલ છે કે બિજા કોઇ દ્વારા એની ચોક્ક્સ પુષ્ટી gujaratapp.com ની કરતી નથી. આપે આપની રિતે મેસેજ ની ખાતરી કરીને તમારા નિર્ણયના આધારે આગળ જે તે પગલા ભરવા. ધન્યવાદ.

WhatsApp Join
Telegram Join
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Most Popular

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો